ઘટના@રાજકોટ: પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારનો સામૂહિક આપઘાત, 3 સભ્યોના મોત

 
Sucide

અટલ સમાચાર, ડેસ્ક 

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી ધોળકીયા પરિવારના આપઘાત મામલે વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા સહીત બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં સંજયરાજસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.બીજી તરફ પોલીસ આ મામલે આરોપી સામે આકરા પગલાં ભરી ન્યાય અપાવે તેવી મૃતકના પરિવારજનો માંગ ઉઠાવી રહ્યા છે.

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ નાણાની જરૂરિયાત ઊભી થતાં વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ વ્યંજકવાદીઑએ રૂપિયાની માંગ સાથે ત્રાસ ગુજારવાનું શરૂ રાખતા કિર્તીભાઈ ધોળકિયાએ ગત તા. 18ના રોજ પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

આ અંગે જાણ થતાં તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ત્રણેયે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં સારવાર કારગત ન નિવડતા ધવલનું 20 નવેમ્બરે અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવારમાં મોત નીપજ્યું હતું. તેમજ ગઇકાલે કિર્તીભાઇ ધોળકિયાનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલ મોત થયું છે. જેને લઇને સોની પરિવારમાં માતમ છવાયો છે.