મેઘરાજાની પધરામણીઃ હવામાન વિભાગહી મુજબ, રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું

. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ,મહેસાણામાં આજે બપોરે અમી છાંટણા પડ્યા હતા. 
 
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગ તરફથી આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત સુધી રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. આગામી બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ,મહેસાણામાં આજે બપોરે અમી છાંટણા પડ્યા હતા. 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે. જૂનાગઢ તાલુકામાં 43 એમ.એમ. વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 43 એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં 34 એમ.એમ. વરસાદ પડ્યો છે. દાહોદમાં 34 એમ.એમ., ઝાલોદમાં 32 એમ.એમ., નવસારીના ખેરગામમાં 27 એમ.એમ., સાબરકાંઠાના તલોદમાં 27 એમએમ, પંચમહાલના મોરવા હડફમાં 27 એમ.એમ., મહિસાગરના કડાણામાં 26 એમ.એમ., બનાસકાંઠાના પાલનપુરમાં 25 એમ.એમ., વરસાદ નોંધાયો છે.

જો આજે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે.