ગુજરાતઃ પ્રી-મોન્સૂનમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી, 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ
varsad 1

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, ગુજરાતમાં પ્રી-મોન્સૂનમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુર માં 76 એમએમ વરસાદ પડ્યો છે.

 સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે. જૂનાગઢ તાલુકામાં 43 એમ.એમ. વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 43 એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં 34 એમ.એમ. વરસાદ પડ્યો છે. દાહોદમાં 34 એમ.એમ., ઝાલોદમાં 32 એમ.એમ., નવસારીના ખેરગામમાં 27 એમ.એમ., સાબરકાંઠાના તલોદમાં 27 એમએમ, પંચમહાલના મોરવા હડફમાં 27 એમ.એમ., મહિસાગરના કડાણામાં 26 એમ.એમ., બનાસકાંઠાના પાલનપુરમાં 25 એમ.એમ., વરસાદ નોંધાયો છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

નોંધપાત્ર વરસાદ પડ્યો હોય તેવા તાલુકા: સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે. જૂનાગઢ તાલુકામાં 43 એમ.એમ. વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 43 એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં 34 એમ.એમ. વરસાદ પડ્યો છે. દાહોદમાં 34 એમ.એમ., ઝાલોદમાં 32 એમ.એમ., નવસારીના ખેરગામમાં 27 એમ.એમ., સાબરકાંઠાના તલોદમાં 27 એમએમ, પંચમહાલના મોરવા હડફમાં 27 એમ.એમ., મહિસાગરના કડાણામાં 26 એમ.એમ., બનાસકાંઠાના પાલનપુરમાં 25 એમ.એમ., વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે વરસાદ: ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં હજુ સુધી બિલકુલ વરસાદ પડ્યો નથી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2.18 એમ.એમ. અને સિઝનનો કુલ 4.78 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં અત્યારસુધી 0.66 ટકા વરસાદ પડ્યો છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 5.94 એમ.એમ. વરસાદ થયો છે. સિઝનનો કુલ વરસાદ 7.80 એમ.એમ. થયો છે. અત્યારસુધી અહીં સરેરાશ વરસાદ 0.97 ટકા થયો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો 24 કલાકમાં સરેરાશ 3.69 એમ.એમ. વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 8.66 એમ.એમ. થયો છે. આ સાથે અહીં સરેરાશ 1.21 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં 24 કલાકમાં 4.41 એમ.એમ. વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 11.30 એમ.એમ. થયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધી કુલ 0.77 ટકા વરસાદ પડ્યો છે.