બ્રેકિંગ@ગુજરાત: હવામાન વિભાગની મોટી આગાહી, હજી 5 દિવસ રહેશે ઠંડી, જાણો બીજું શું કહ્યું ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યના કેટલાક શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે પહોંચતા આકરી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં ઠંડીને લઇ હવમાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહીને જોતાં લાગી રહ્યું છે કે, આગામી પાંચ દિવસ લોકોને ઠંડીથી રાહત મળવાની નથી અને ઠંડીમાં ઠુઠરાવવું પડશે.

ઠંડીને લઇ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. હજુ 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. આ સાથે જ કચ્છમાં હજુ ઠંડીનો પ્રકોપ જારી રહેશે. કેમ કે, કચ્છ ડિસ્ટ્રીકટમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. જેના લીધે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. જોકે, બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

કચ્છમાં આવેલા નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. ઠંડીનું જોર સતત વધવાના કારણે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી, ડીસામાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ભૂજમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.