બ્રેકિંગ@ગુજરાત: હવામાન વિભાગે ઠંડીને લઇને કરી મોટી આગાહી, 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં હૂંફાળા વાતાવરણનો આવશે અંત અને ઠંડીનો ચમકારો વધશે. એક દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. હાલ તો ગુજરાતમાં સૂકું વાતાવરણ છે. અડધો ડિસેમ્બર મહિનો વિતી ગયો છતાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી કે, 48 કલાક બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયુ તો ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.