બ્રેકિંગ@ગુજરાત: તો શું હવે મંત્રીઓ-અધિકારીઓએ કેબિનેટ બેઠકમાં ફોન લીધા વિના જ આવવું પડશે ? જાણો એક જ ક્લિકે

 
CMO Gujarat

અટલ સમાચાર ડેસ્ક

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ કેબિનેટ બેઠકમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે. તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિવાલયમાં આજથી(સોમવાર) મુલાકાતી માટે મંત્રીઓ રહેશે હાજર, મુલાકાતીઓ તમામ મંત્રીઓ સાથે કરી શકશે મુલાકાત. આ સાથે જ વધતા જતા કોરોના કેસોને લઈને સચિવાલયમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સચિવાલયમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને કોરોનાને લગતા નિયમોને અનુંસરણ કરવું પડશે. મંત્રીઓ સાથે મુલાકાત દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે.