ચોમાસુંઃ ગુજરાતમાં હવામાન વિભાગની વધુ એક આગાહી, આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'આજે રાજ્યના 6 જિલ્લામાં વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ ડ્રાય રહેશે.'

જો કે, અન્ય કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.' 

રાજ્યમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. ઉપરાંત અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.