ચોમાસુઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, આ વર્ષ ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે
આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ રહેવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે. રાજ્યના  અલગ અલગ ભાગોમાં વરસાદ રહેવાનું હવાનું હવામાન વિષ્ણાતોનું અનુમાન

આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થશે. આ વર્ષે ખેલૈયાઓએ પણ નવરાત્રીમાં ઝૂમવા માટે સારી એવી તૈયારી કરી છે. ખેલૈયાઓે નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે આયોજકો પણ નવરાત્રીમાં ખૂબ મોટું આયોજન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. કારણ કે કોરોના બાદ પ્રથમ વખત ધામધૂમથી નવરાત્રીની ઉજવણી થશે. જોકે, તમામ લોકો નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર પણ નજર રાખી રહ્યા છે. નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં તેની ચિંતા હોય છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. છે.
અંબાલાલના કહેવા પ્રમાણે ખેલૈયાઓને રંગમાં આ વર્ષે ભંગ પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. બુધ અને શુક્ર એક રાશિમાં હોવાથી વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યાં પણ પર્વત આકારનો મેઘ ચડશે ત્યાં વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદ રહેશે. તેમજ બીજી ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબરમાં કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. જોકે, વિદાય બાદ પણ હસ્ત નક્ષત્ર અને હાથીયાના કારણે ગાજબીજ સાથે વરસાદ રહેવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ અનુમાન લગાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. આ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. કારણ કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થતા કોઈ ભાગોમાં વરસાદ થશે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.