ગુજરાતઃ ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતા, આજે 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર

આ નિર્ણય સામે ગુજરાતના 30 હજાર જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી હડતાળ પર ઉતરશે. જેમાં ઓપીડી અને ઈમરજંસી સહિતની તમામ સેવા બંધ રખાશે.
 
ડો

અટલ સમાચાર, ડેસ્ક 


રાજ્યના 30 હજારથી વધુ ખાનગી તબીબોની હડતાળ પર જશે. ICU ગ્રાઉંડ ફ્લોર પર રાખવાના સરકારના નિર્ણયનો તેઓ વિરોધ કરશે. હડતાળને પગલે દર્દીઓને સારવાર ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હોસ્પિટલોમાં આઈસીયુ ગ્રાઉંડ ફ્લોર પર જ રાખવા અને બિલ્ડિંગમાંથી કાચ દુર કરવાના નિર્ણયનો અમલ કરવા પ્રશાસન દ્ધારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી રહી છે. આ નિર્ણય સામે ગુજરાતના 30 હજાર જેટલા ખાનગી તબીબો આજથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી હડતાળ પર ઉતરશે. જેમાં ઓપીડી અને ઈમરજંસી સહિતની તમામ સેવા બંધ રખાશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચે આ જાહેરાત કરી હતી. જેમાં આઈએમએ સાથે સંકળાયેલી અમદાવાદની બે હજાર સહિત રાજ્યની ચાર હજારથી વધુ હોસ્પિટલો બંધમાં જોડાશે. આ નિર્ણયને કારણે હજારોની સંખ્યામાં સર્જરી અટકી પડશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના કાર્યાલયે સવારે 11 વાગ્યે તબીબો દેખાવો કરશે. ત્યાર બાદ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર તેમજ સાંસદોને આવેદનપત્ર આપશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચ સાથે સંકળાયેલા ડૉ.મુકેશ મહેશ્વરી અને ડૉક્ટર કમલેશ સૈની સહિતના તબીબોએ જણાવ્યું કે હજારોની સંખ્યામાં ઓપરેશન અટકી પડશે તે નક્કી છે. ઈમરજન્સીમાં જે દર્દી આવશે તેમને નજીકની સરકારી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવશે. આઈસીયુ ન હોય તો મૃત્યુઆંક પણ વધી શકે તેમ છે. નિર્ણયનો અમલ કરતા પહેલા તબીબી સંગઠનના અભિપ્રાય લેવા જરૂરી છે.