લવ-જેહાદઃ મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં સહી થતા સમયે માતા કે પિતાની હાજરી અચૂક હોવી જોઈએ-પાટીદાર સમાજ

PGમાં રહેતી કે અપ-ડાઉન કરતી સમાજની દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે. જ્યારે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં આ પ્રશ્ન ઓછો ઉદભવે છે. લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો સરકારે ઘડવો જોઈએ.
 
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલની આજે રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજની 300 દીકરીને લવ-જેહાદના નામે ઉઠાવી ગયા છે, એ મામલે સરકાર લવ-જેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરે એવી માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે દીકરીઓ પરત આવવા માગતી હોય તેમને પરત લાવવા માટે પણ કામ કરીશું. PGમાં રહેતી કે અપ-ડાઉન કરતી સમાજની દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે. જ્યારે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં આ પ્રશ્ન ઓછો ઉદભવે છે. લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો સરકારે ઘડવો જોઈએ.
 
જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આર.પી. પટેલના નિવેદન પહેલાં 6 સંસ્થાના પ્રમુખ મુખ્યમંત્રીને મળવા ગયા હતા, જેમાં સરકાર એવો કાયદો બનાવે કે લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે, મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં સહી થતા સમયે માતા કે પિતાની હાજરી અચૂક હોવી જોઈએ. જોકે હવે સરકાર આ મામલે શું કરે છે એ જોવું રહ્યું. સમાજ દ્વારા જુદાં જુદાં ભવન બનાવવાની કામગીરી થઈ રહી છે. આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે પણ કામ થઈ રહ્યું છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લવ જેહાદને લઈને અમે સરકારમાં રજૂઆત કરી છે, સરકારે આને ગંભીરતાથી વિચારવું જોઇએ અને હજી જરૂર પડશે તો આની ગંભીરતાથી રજૂઆત કરીશું. લવ જેહાદને રોકવામાં ગંભીરતા દાખલવવામાં આવશે તો ઘણો બધો ફરક પડશે. આ અંગે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું. સરકાર આના માટે શું કરવું એ વિચારે છે. માતા-પિતાની પણ ઘણી બધી ભૂલો છે, માતા-પિતા આ અંગે ગંભીરતા દાખવતા નથી. ખાસ કરીને માતાઓની ભૂલ વધારે છે. દીકરીઓનો ઉછેર કરવામાં વધુમાં વધુ રોલ માતાઓનો છે તો માતાએ બેદકારી દાખવવી જોઈએ નહીં.