ચૂંટણી@ગુજરાત: વિધાનસભા ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના 65 ઉમેદવારોના નામો નક્કી, જાણો એક જ ક્લિકે

 
Congress

અટલ સમાચાર, ડેસ્ક 

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવવા તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ તો અમૂક વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગઇ કાલના દિલ્લી ગયા છે. દિલ્લીમાં રઘુ શર્મા કેનદ્રીય નેનૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ સ્કિનીંગ કમિટી બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં રઘુ શર્મા સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હોવાની માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ ઉમેદાવોરની યાદી જાહેર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે દિવાળી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું નિવેદન આપ્યું છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

કોંગ્રેસના ખાસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દિલ્લીમાં કોંગ્રેસ સ્કિનીંગ કમિટી 65 ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ થઈ તેના પર મહોર મારી દેવામાં આવી છે. એ પણ જણાવી દઈએ કે જે 65 નામોની કોંગ્રેસ જાહેરાત કરવા જઈ રહી છે તે એવા ચહેરોઓ હશે કે કોંગ્રેસના અન્ય આગેવાનો કે કાર્યકર્તામાં આંતરિક રોષ નહીં વ્યાપે. નહિતર કોંગ્રસમાં ટિકિટના નામો જાહેર થતાં જ ડખો બહાર આવી જાય છે તેવા આગળ અનેક ઉદાહરણો જોયા છે. તેનાથી શીખ લઈ હાલ તો કોંગ્રેસ બધુ ઠરી ઠામ રહે તેવા પ્રયત્નો કરી રહી છે. પણ આધિકારિક રીતે CECની મહોર બાદ પ્રથમ યાદી જાહેર થશે.

જાણો કોને કઇ બેઠક પરથી મળી શકે ટિકિટ?

 • મહુવાથી કનુ કલસરિયા અને વેજલપુરથી રાજેન્દ્ર પટેલને મળી શકે ટિકિટ 
 • અમરાયવાડીથી ધર્મેન્દ્ર પટેલ અને ઘાટલોડિયાથી રાજેશ બ્રહ્મભટ્ટને મળી શકે ટિકિટ
 • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને અને આંકલાવથી અમિત ચાવડાને મળી શકે ટિકિટ 
 • અમરેલીથી પરેશ ધાનાણી અને ખેડભ્રહ્માથી તુષાર ચૌધરીને મળી શકે ટિકિટ 
 • દાણીલીમડાથી શૈલેષ પરમાર અને બાપુનગરથી હિંમતસિંહ પટેલને મળી શકે ટિકિટ 
 • છોટાઉદયપૂરના જેતપુરથી સુખરામ રાઠવા અને વડગામથી જીગ્નેશ મેવાણીને મળી શકે ટિકિટ 
 • ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમને મળી શકે ટિકિટ 
 • વાવથી ગેનીબેન અને થરાદથી ગુલાબસિંહ રાજપૂતને મળી શકે ટિકિટ
 • રાધાનપુરથી રઘુ દેસાઈ અને પાટણથી કિરીટ પટેલને મળી શકે ટિકિટ
 • સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર અને મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોરને મળી શકે ટિકિટ
 • બાયડથી જસુ પટેલ અને વિજાપુરથી સી.જે.ચાવડાને મળી શકે ટિકિટ
 • કાલોલથી બળદેવજી ઠાકોર અને વિરમગામથી લાખા ભરવાડને મળી શકે ટિકિટ
 • દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરથી ઇમરાન ખેડાવાલાને મળી શકે ટિકિટ
 • દસાડાથી નૌસાદ સોલંકી અને ચોટીલાથી ઋત્વિજ મકવાણાને મળી શકે ટિકિટ
 • ટંકારાથી લલિત કગથરા અને કાલાવાડથી પ્રવીણ મુછડીયાને મળી શકે ટિકિટ
 • જામજોધપુરથી ચિરાગ કાલરીયા અને સોમનાથથી વિમલ ચુડાસમા શકે ટિકિટ
 • તાલાલાથી ભગા બારડ અને લાઠીથી વીરજી ઠુંમરને મળી શકે ટિકિટ
 • રાજુલાથી અંબરીશ ડેર અને સાવરકુંડલાથી પ્રતાપ દૂધાતને મળી શકે ટિકિટ
 • બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર અને આણંદથી કાંતિ સોઢા પરમારને મળી શકે ટિકિટ
 • મહુધાથી ઇંદ્રજીતસિંહ ઠાકોર અને ઠાસરાથી કાંતિ પરમારને મળી શકે ટિકિટ
 • બાલાસિનોરથી અજિત ચૌહાણ અને દાહોદથી વજેસિંહ પણદાને મળી શકે ટિકિટ
 • ગરબાડાથી ચંદ્રિકાબેન બારૈયા અને માંડવીથી આનંદ ચૌધરીને મળી શકે ટિકિટ
 • વ્યારાથી પુના ગામીત અને વાંસદાથી અનંત પટેલને મળી શકે ટિકિટ

જાણો નવા ચેહરાઓમાં કોનો સમાવેશ?

 • મહુવાથી કનુ કલસરિયાને અપાઈ ટિકિટ  
 • અમદાવાદના વેજલપુરથી રાજેન્દ્ર પટેલ ( મકરબા ) ને અપાઈ ટિકિટ 
 • અમદાવાદના અમરાયવાડીથી ધર્મેન્દ્ર પટેલને અપાઈ ટિકિટ
 • ઘાટલોડિયાથી રાજેશ બ્રહ્મભટ્ટને ટિકિટ