પરિક્ષા@ગુજરાત: 9 લાખથી વધુ વિદ્યાર્થીઓના દુશ્મનોના નામ જાહેર, ક્યાં અને કોણે દાખલ કરી ફરિયાદ જાણો

 
Paper Leak

અટલ સમાચાર, ડેસ્ક

પેપર લીક કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ATSએ ફરિયાદ દાખલ કરી છે. તેમજ અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તથા 15માંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. તથા પકડાયેલ આરોપીઓ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે તેથી મોટો ખુલાસા થવાની શક્તાઓ નકારી શકાય નહી.

Paper Leak

મુખ્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેમાં મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈને આવ્યો હતો. તેમજ કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. જેમાં 5 આરોપી ગુજરાતના છે. તેમાં પકડાયેલ આરોપીઓ એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે. તથા મુખ્ય 2 આરોપી પકડમાં આવી જાય તેવી આશા એટીએસને છે..

એટીએસએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. તથા મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈને આવ્યો હતો. તેમજ વડોદરા સેન્ટર પર જવાબ બતાવવાના હતા. જેમાં પ્રદીપ નાયક પણ આ કેસમાં મુખ્ય આરોપી છે. તથા કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. તેમજ ગઈરાત્રે તમામ માહિતી એટીએસને મળી હતી. જેમાં બે આરોપી કેતન અને ભાસ્કર અગાઉ સીબીઆઈમાં 2019માં પકડાયા હતા. તથા ચાર દિવસથી ગુજરાત એટીએસ ઇનપુટ એકત્રિત કરી રહી હતી.

ગુજરાતના અલગ અલગ શહેરોમાં એટીએસની ટીમો કાર્યરત હતી. જેમાં વડોદરામાં કેસની સફળતા મળતા વધુ તપાસ ત્યાં હાથ ધરી સરકારને જાણ કરાઈ છે. ATSએ 15થી વધુ શખ્સોની અટકાયત કરી છે. પેપર લીક કેસમાં અનેક લોકોની સંડોવણી સામે આવી છે. તેમાં ATS પાસે છેલ્લા 4 દિવસથી પેપર લીક અંગે માહિતી હતી. જેમાં રાત્રે જ પેપરની કોપી લીક થઇ હતી. તથા પંચાયત સેવા પસંદગી બોર્ડને પેપર રાત્રે મળ્યું હતું. તેમાં લીક થયેલ પેપર સામે આવતા પરીક્ષા રદ્દ કરાઇ હતી.

જાણો એટીએસ દ્વારા થયેલી કાર્યવાહીનું સમગ્ર ઓપરેશન

ગુજરાતમાં યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે રાજ્યની તપાસ એજન્સીઓ કામે લાગી હતી. જેમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પરિક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલ અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગુજરાત એ.ટી.એસ.ના અધિકારી/કર્મચારીઓની અલગ- અલગ ટીમો બનાવી રાજ્યના અલગ-અલગ જીલ્લાઓ જેમ કે, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા વિગેરે જીલ્લાઓ કે જ્યાં અગાઉ આવા ગુનાઓ બન્યા હોય ત્યાં તકેદારીના ભાગરૂપે રવાના કરવામાં આવ્યા હતા, તથા બે ટીમો અમદાવાદ ખાતે સ્ટેન્ડ-ટુ રાખવામા આવી હતી.

દરમ્યાન ગઈ કાલે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળી કે, 'ઓડીશા રાજ્યનો એક શખ્સ પ્રદીપ નાયક, અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સાથે મળી તા.29/01/2023 ના રોજગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ3 ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે છાત્રોને વેચવાના પ્રયાસો કરવાના છે.

આ અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે સુરત ક્રાઇમ બ્રાંચની વિશેષ મદદ લઈ વડોદરામાં એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક, (રહે. ગંજમ, ઓડીસા,) કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. નાના ચિલોડા, અમદાવાદ) તથા ભાસ્કર ગુલબાચંદ ચૌધરી, (રહે. છાણી, વડોદરા, મુળ વતન બિહાર) સહિત અન્ય આરોપીઓની તા. 29/01/2023 ના રાત્રે દોઢ વાગે છાત્રોને પેપર વેંચણી કરતા પહેલા પકડી પડ્યા હતા. આરોપીઓ પાસેથી તપાસ કરતા મળી આવેલ પેપરના પ્રશ્નો બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મારફતે ખાતરી કરતા પેપર તા. 29/01/2023 ના રોજ યોજાનાર પરિક્ષાના પેપરના પ્રશ્નો સાથે મળતા આવ્યાં હતા.

સમગ્ર મામલાના માસ્ટર માઇન્ડ પ્રદીપ નાયકની ગુજરાત એ.ટી.એસ દ્વારા પ્રાથમીક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેને આ પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાએ હૈદરાબાદ ખાતેની કે.એલ હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકકરી કરે છે, ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપેલુ છે. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કર્યો હતો.

જેણે આ પેપર તેના સાગરીતો મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, (તમામ રહે બિહાર) દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપી હતી. જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Service ના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેંટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (હાલ રહે. વડોદરા) તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી.કેતનભાઇ બળદેવભાઇ બારોટ (રહે. વડોદરા)નો સંપર્ક કર્યો હતો.

જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયા હતા. તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તીને પણ સાથે રાખ્યો હતો. દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વાર તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધા હતા. તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયા હતા.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાંચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે રાખી કમ્પનીની ઓફીસ ઉપર રેઇડ કરી હતી. જેમાં તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડવામાં આવ્યાં હતા. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ 406, 409, 420 તથા 120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ આંગે હૈદ્રાબાદ ખાતેથી જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહા મુળ (રહે. ઓડીશા)નાને પકડી પાડવામાં આવ્યો છે, જેને અમદાવાદ ખાતે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.