દુ:ખદ@ગુજરાત: નરેન્દ્ર મોદીનાં શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

 
Narendra Modi Teacher

અટલ સમાચાર, ડેસ્ક 

પીએમ મોદીનાં શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થયું છે. જે અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી આજેથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.

પીએમ મોદીએ દુખ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, 'મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું.'


ઘણીવાર વડાપ્રધાન મોદીએ શાળાના તેમના શિક્ષકોનો ઉલ્લેખ કરતા રહ્યા છે. ગુજરાતના સીએમ તરીકે, તેમણે અમદાવાદમાં ગુજરાત કોલેજમાં એક કાર્યક્રમમાં તેમના શિક્ષકોનું સન્માન કર્યું હતુ. જ્યારે પણ તેઓ ગુજરાતના પ્રવાસે જતા અને તેમને મળવાનો મોકો મળતો ત્યારે તેઓ તેમના શિક્ષકોના આશીર્વાદ લેવા ચોક્કસ ત્યાં પહોંચતા.

અગાઉ પણ પીએમ મોદી નવસારીમાં પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. જે શિક્ષકે પીએમ મોદીને નાનપણમાં ભણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે દરમિયાન પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત કરી હતી. તે સ્કૂલના શિક્ષકનું નામ જગદીશ નાયક હતુ. પીએમ મોદી તે વખતે પોતાના શિક્ષકને બંને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. જ્યારે સ્કૂલના શિક્ષકે તેમના માથા પર હાથ રાખીને તેમને આર્શીવાદ આપ્યા હતા.