બિગબ્રેકિંગ@મોરબી: બ્રિજ દુર્ઘટનામાં આખરે પોલીસ એક્શનમાં, નવ લોકોની અટકાયત, મેનેજમેન્ટના લોકોની પૂછપરછ શરૂ
  Oct 31, 2022, 12:42 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર, ડેસ્ક
મોરબી દુર્ઘટનામાં 40થી વધુના મોત થયા બાદ હવે આખરે પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે.
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
 
 
 
