હડકંપ@ગુજરાત: બનાસકાંઠા બાદ આ જિલ્લામાં CCCના બોગસ સર્ટી મામલે એકસાથે 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા બાદ હવે CCCના ખોટા સર્ટીફિકેટના કૌભાંડમાં ખેડાના મહેમદાવાદ તાલુકાના શિક્ષકો સૌથી વધુ સામેલ હોવાનું સામે આવ્યું છે. બોગસ CCC અને CCC+ના પ્રમાણપત્ર મામલે ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે મહેમદાવાદના 111 પ્રાથમિક શિક્ષકોને નોટિસ પણ ફટકારી છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
પ્રાથમિક વિગતો મુજબ શિક્ષકોએ ગર્લ્સ પોલિટેક્નિક અમદાવાદના બોગસ પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. આ બોગસ સર્ટીના આધારે શિક્ષકોએ પ્રથમ, બીજા અને ત્રીજા ઉચ્ચતર પગારનો લાભ લીધો હતો. આથી ખોટા પુરાવાના લીધે પ્રાથમિક શિક્ષકોએ છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો હતો.
ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષકોને સાત દિવસની અંદર આ મામલે ખુલાસો કરવા આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં સૌથી વધુ બોગસ પ્રમાણપત્ર ખેડા જિલ્લામાંથી સામે આવ્યા છે. એક જ તાલુકામાં એક-સાથે મોટા પ્રમાણમાં નોટીસ આપ્યાનો આ પ્રથમ બનાવ છે. મહુધા, કઠલાલ, કપડવંજ અને ગળતેશ્વરમાં પણ બોગસ સર્ટી કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં પણ 22 પ્રાથમિક શાળાના શિક્ષકોએ બોગસ સર્ટી રજૂ કર્યા હતા.