ફટકો@ગુજરાત: ગુજરાત ગેસ બાદ હવે Adaniએ CNGમાં કર્યો ભાવવધારો, જાણો એક જ ક્લિકે

Adani Gas

અટલ સમાચાર, ડેસ્ક

નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ યથાવત છે ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. મહત્વનું છે કે, મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવારીનો માર વધતો જાય છે.

વર્ષ બદલાયું પણ મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ ચાર દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે. હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તો સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.