રિપોર્ટ@ગુજરાત: OBC અનામતના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે વિલંબ ? જાણો સમગ્ર મામલો

 
Gujarat Map

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહિનાનો વિલંભ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ પાછળનું કારણ OBC અનામતનું ગૂંચવાયેલું કોકડું છે. રાજકીય વિશ્લેષકનું માનવું છે કે, ભાજપ, કોંગ્રેસ સહિત OBC નેતાઓ ઊંઘતા ઝડપાયા છે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી અનામત નાબૂત કરવાનો મુદ્દાના કારણે હવે ગૂંચવાડો ઉભો થયો છે. 

સરકાર સમક્ષ જે રજૂઆતો થઈ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર ઢીલું વલણ અપનાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ જ કારણે ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી OBC અનામત નાબૂદ કરવાનો મુદ્દો જાગ્યા પછી હવે રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણીમાંથી અનામત જાય નહીં તેવી પ્રયાસો કરવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBC અનામતનો મુદ્દો ચગ્યા પછી તેમાં 6 મહિનાનો વિલંભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝવેરી કમિશન દ્વારા આ મામલે ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટ બાદ જ ચૂંટણી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

રાજકીય વિશ્લેષક જણાવે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી નવાજૂની થઈ હોત તો આ મુદ્દો મોટો બની શકે તેમ હતો. પરંતુ ભાજપ જીતી અને ગ્રામ્ય કક્ષાએ ભાજપનું જે વર્ચસ્વ જોવા મળ્યું તેના કારણે ભાજપ દ્વારા ગામડાઓમાં પણ જરુરી કામગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, જો આ અનામત 10 ટકા પ્રમાણે નાબૂદ થાય તો ચોક્કસથી સરકાર વિરુદ્ધ સરપંચોનો માહોલ ઉભો થઈ શકે છે.