બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ, દિગ્ગજ નેતાઓએ આપ્યા રાજીનામા

 
Gujarat Congress

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. તેવામાં પક્ષથી લાંબા સમયથી નારાજ ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. તો જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. તમામે હરપાલસિંહ ચુડાસમા અને જગદીશ ઠાકોરને રાજીનામા મોકલ્યા છે.

પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બ્રિજેશ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. નારાજગીને લઇ બ્રિજેશ પટેલે કોંગ્રેસનો સાથ છોડ્યો છે.

 

બ્રિજેશ પટેલ ઉપરાંત જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. આણંદના પેટલાદમાં બે આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું છે. દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપ સરપંચે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સ્વામી સચિદાનંદ આશ્રમ ખાતે બંને આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.