ઘટના@ગાંધીનગર: ફરી એકવાર સચિવાલય નજીક દીપડો દેખાયો ? સર્ચ ઓપરેશન શરૂ

 
Dipdo

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના પાટનગર ગાંધીનગરમા ફરી એકવાર દીપડો દેખાયો હોવાની આશંકા છે. પ્રાથમિક વિગતો મુજબ દીપડો સાબરમતી નદી તરફ ગયો હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ સાથે સચિવાલયના પાછળના ભાગે દીપડો ગયો હોવાની આશંકા છે. મહત્વનું છે કે, પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. આ તરફ વનવિભાગે કહ્યું છે કે, દીપડા અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી નથી. 

ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. વાત જાણે એમ છે કે, એક પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જે બાદમાં હવે તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે. વિગતો મુજબ દીપડો સચિવાલયના પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાનું સામે આવ્યું છે. 

સચિવાલયના પાછળના ભાગે સાબરમતી નદી તરફ દીપડો ગયો હોવાની વાતને આજે સવારથી જ વનવિભાગ તંત્ર દોડધામમાં લાગ્યું છે. આ તરફ હવે વનવિભાગે કહ્યું છે કે, દીપડા અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી નથી. આ સાથે ઉમેર્યું હતું કે, દીપડો અહીં દેખાયો હોય તેવી કોઈ ફ્રિકવન્સી નથી. 

આ તરફ સુરક્ષા શાખા ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હું કાલે રાત્રે મારે નોકરી પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મે દીપડાને જોયો હતો. જે બાદમાં મે મારા સાથી મિત્રોને પણ સાવચેત રહેવા કહ્યું હતું. મહત્વનું છે કે, વર્ષ 2018માં નવા સચિવાલયમાં ઘુસી ગયેલા દિપડાએ સમગ્ર રાજ્યનો વહિવટ ઠપ કરી દીધો હતો અને સચિવાલય બંધ રાખવાની નોબત આવી હતી. જોકે તે બાદમાં મહામુસીબતે આ હિંસક દિપડાને વન વિભાગની દસ જિલ્લાની ટીમોએ પકડયો હતો.