દુર્ઘટના@સુરેન્દ્રનગર: હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Mon, 19 Dec 2022

અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર - લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. દેદાદરા ગામના પાટિયા પાસે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.