દુ:ખદ@ગુજરાત: PM મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, વડનગરના વેપારીઓનો મોટો નિર્ણય

 
PM Modi Mother Hiraba

અટલ સમાચાર, મહેસાણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના નિધનથી વતન વડનગરમાં શોકમગ્ન છે. લોકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે તેઓ વડનગરમાં નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા. વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી તેમને શદ્ધાંજલિ આપશે. 

મહેસાણા જિલ્લાના વડનગરના વેપારીઓ દ્વારા હીરાબાના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડનગર હાલ હીરાબાના નિધનને પગલે શોકમગ્ન છે. આ તરફ વડનગરના સ્થાનિકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે. જેને લઈ હવે વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી શ્રધાંજલિ આપશે.