ચૂંટણી@ગુજરાત: PM મોદી કપરાડાના નાનાપોંઢાથી ફૂંકશે ચૂંટણી પ્રચારનું રણશિંગુ, જાણો ક્યારે આવશે વડાપ્રધાન ?

અટલ સમાચાર,ડેસ્ક
વડાપ્રધાન મોદી ગુજરાતમા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે. ચૂંટણી જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિધિવત રીતે નાનાપોંઢાના ઐતિહાસિક મેદાનથી ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરાવશે. ચૂંટણી સભાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં સભા સ્થળ પર એક વિશેષ બેઠક મળી હતી. આ બેઠકમાં PM મોદીની સભાને લઈને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણસિંગુ ફૂકશે. ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત રીતે નાનાપોંઢાના ઐતિહાસિક મેદાનથી ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરાવશે. રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનો આરંભ કરવા જઈ રહ્યા હોવાથી વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાનની ચૂંટણી સભાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. સભા દરમિયાન સુરક્ષા બંદોબસ્તમાં પાંચ SP, 13 ડીવાયએસપી, 23 થી વધુ પીઆઇ, અને 130 થી વધુ પીએસઆઇ સાથે 1 હજારથી વધારે પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, PM મોદીની સભાને લઈને વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે.