ચૂંટણી@ગુજરાત: PM મોદી આજથી ગુજરાતમાં સતત 3 દિવસ ગજવશે સભાઓ, જાણો સમગ્ર કાર્યક્રમ

 
PM Modi

અટલ સમાચાર, ડેસ્ક 

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. આજથી PM મોદી 3 દિવસ ગુજરાતમાં પ્રવાસે છે. PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે.

આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ પ્રથમ તબક્કાની 89 વિધાનસભા સીટો પર ત્રણ દિવસ સુધી પ્રવાસ કરશે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય એના એક-બે દિવસ પહેલા 28-29 નવેમ્બરે અને 2-3 ડિસેમ્બરે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સહિત દિગ્ગજ કેન્દ્રીય મંત્રી જનસંપર્ક કરશે.