ગૌરવ@પાલનપુર: શિક્ષકના દીકરાએ મેળવ્યું IPLમાં સ્થાન, આ ટીમ તરફથી રમશે ક્રિકેટ

Pln IPL

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના એક યુવકે રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા શિક્ષક દંપતીનાં પુત્ર ઊર્વીલ પટેલની આઇપીએલમાં પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. ઉર્વીલ પટેલ ગુજરાત ટાઇટન્સ ટીમ તરફથી રમશે.એક શિક્ષક પરિવારના પુત્ર એવા ઉર્વિલના સિલેક્શનથી ઘર પરિવારમાં આનંદ જ આનંદ છે.

માતાએ ઉર્વિલનું મોઢું મીઠુ કરાવ્યુ હતું.તો પિતાએ પુત્રને ભેટીને શુભેચ્છા આપી હતી. ઉર્વિલે અભ્યાસની સાથે પોતાની મનગમતી રમતને પણ એટલુ જ મહત્વ આપ્યું હતું. સવારે 4 વાગ્યે ઉઠીને મહેનત કરતા ઉર્વિલે ખેલમહાકુંભમાં પણ સન્માન પત્ર મેળવ્યુ છે.છેલ્લા 15 વર્ષથી ઉર્વીલે કરેલી અથાગ મહેનત આખરે રંગ લાવી છે.ગલી ક્રિકેટ રમતા ગુજરાતના બાળકો અને યુવકો માટે ઉર્વિલ પટેલ ઉદાહરણ છે. મહત્વનુ છે કે, ગુજરાતે હરાજીમાં ઉર્વીલ પટેલને 20 લાખમાં ખરીદ્યા છે. 

ઉર્વિલનાં પિતાનું કહેવું છે કે ઉર્વિલ નાનપણથી ક્રિકેટમાં રુચિ ધરાવતો હતો.તેને ક્રિકેટમાં રસ હતો. વહેલી સવારે 4 વાગે ઉઠીને કોચિંગ ક્લાસમાં જઈ મહેનત કરતો તેની મહેનત જોઈ તેનું સપનું પૂરું કરવા માટે અમે તેને અભ્યાસમાં પણ રાહત આપી ક્રિકેટ માટે સપોર્ટ કર્યો અને આજે અમારા પુત્રએ અમારું સપનું પૂરું કર્યું હતું.