બ્રેકિંગ@પાટણ: આંખલાએ ચાર મહિલાને અડફેટે લેતા બેનાં મોત, બે ઘાયલ

 
Patan

અટલ સમાચાર, પાટણ

ગુજરાતમાં ફરીથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. પાટણમાં સરસ્વતીના અઘાર ગામમાં રખડતા ઢોરની અડફેટે ચાર મહિલાઓ આવી હતી. જેમાં બે મહિલાનાં મોત નીપજ્યા છે. જેયારે બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ ગઇ છે. બંને ઘાયલ મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

પાટણ જિલ્લાના સરસ્વતીનાં અઘાર ગામમાં આંખલાની અડફેટે ચાર મહિલાઓ આવી ગઇ હતી. જેમાંથી બે મહિલાઓનાં કરૂણ મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાએ આ અંગે જણાવ્યુ કે, અમે વહેલી સવારે ગામમાંથી જતા હતા. એ દરમિયાન આંખલો ચાર જેટલી મહિલાઓ સામે ફરી વળ્યો હતો. જેના કારણે બે મહિલાના મોત નીપજ્યા છે. જ્યારે બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, રખડતા ઢોરનાં આતંકની આ પહેલી ઘટના નથી પરંતુ આ પહેલા પણ આવી ઘટના ઘટી છે. પરંતુ તંત્ર આ અંગે સજાગ થતુ નથી. અમારા ગામમાં જ 300થી 400 ઢોર રખડતા હોય છે.