કાર્યવાહી@ગુજરાત: કોંગ્રેસના ઉમેદવારે પત્રિકામાં એવી ભૂલ કરી કે પોલીસે દાખલ કરી દીધો કેસ

 
Congress Bhavan

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ તેમજ આપના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર જોર શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી સભાઓમાં પણ તેઓ ઉમેદવારો દ્વારા વિવાદિત નિવેદનો આપતા તેઓ ચર્ચામાં આવવા પામ્યા છે. ત્યારે કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર દ્વારા પ્રચાર માટે વહેંચવામાં આવેલી પત્રિકામાં સમય ખોટો દર્શાવતા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

વિધાનસભાની ચૂંટણીના જાહેરાત થતા જ ભાજપ-કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. ત્યારે કોંગ્રેસના દરિયાપુર વિસ્તારના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ દ્વારા પત્રિકામાં મતદાનનો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો ઉલ્લેખ કરતા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર સામે માધુપુર પોલીસ મથકમાં લોક પ્રતિનિધિત્વ કલમ 127 A મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ચૂંટણી અધિકારીએ ઉમેદવાર સામે ઓછું મતદાન થાય તેવા આશથી પત્રિકાઓમાં સમય ખોટો લખ્યો છે અને આ પત્રિકાનું મત વિસ્તારમાં કાર્યકરો દ્વારા વિતરણ કરાવવામાં આવ્યું છે. 

શું કહ્યું ગ્યાસુદ્દીન શેખે ? 

 કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ દ્વારા ચૂંટણી પત્રિકામાં મતદાનનો સમય 8 થી 6 દર્શાવતા આ બાબતે ચૂંટણી અધિકારી દ્વારા ગ્યાસુદ્દીન શેખ સામે માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ બાબતે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભૂલથી પત્રિકામાં સમય અલગ છપાયો હોવાનું જણાવ્યું હતું.