નંદાસણઃ કારમાંથી 1.23 લાખના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
મહેસાણા દારૂ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ખાલી ચોપડે લખેલું છે કે ગુજરાતમાં દારૂ બંધી છે. બાકી તો રોજ અનેક લાખો કરોડોનો દારૂ પોલીસના હાથે ઝપ્ત કરવામાં આવે છે. અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર આવેલ નંદાસણ એસ્સાર પેટ્રોલ પંપ સામે હાઈવે પર બુધવારે નંદાસણ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતો. ત્યારે મહેસાણાથી આવતી ગાડીને બાતમીના આધારે બેરીકેટની આડાશ કરી રોકી પોલીસે તપાસ કરતા ગાડીની વચ્ચેની સીટમાં કાળા કલરના કપડાં નીચે સંતાડેલ રૂ. 1,23,620નો વિદેશી દારૂ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો હતો.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

નંદાસણ પોલીસ અ.હેડ.કો રાજેન્દ્રસિંહ, સેકન્ડ મોબાઈલ ઇન્ચાર્જ અ.પો.કો સુહાગસિંહ અને અન્ય સ્ટાફે ફોર્ડ કંપનીની ઈકો સ્પોર્ટ ગાડી (GJ 18 BG 3951)માં ભારતીય બનાવટનો 1,23,620ની વિદેશી દારૂ ભરેલ 418 નંગ બોટલો તથા ક્વાર્ટર જપ્ત કરી ડ્રાઈવર સંજય સિંહ ભુપતસિંહ ચૌહાણને પકડી પાડ્યો હતો. દારૂ ડીસા રોડ ઉપરથી ભરી લાવી અમદાવાદમાં અબુ સ્વામી કે સૈની નામના વ્યક્તિને આપવાનો હતો.