ગૌરવ@ગુજરાત: 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ તો 12 પોલીસકર્મીઓને પોલીસ મેડલ થશે એનાયત

 
Gujarat Police

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં આવતીકાલે 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Police

રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.



સારી કામગીરી બદલ 12 અધિકારીને પોલીસ મેડલ આપવામાં આવશે. જેમાં યુવરાજસિંહ રાઠોડ, અજય કુમાર સ્વામી, ભગવાનભાઈ રાંઝા, કિરિટસિંહ રાજપૂત,ઝુલ્ફીકર અલી ચૌહાણ,બાલકૃષ્ણ ત્રિવેદી,ભાવેશ રોજીયા,પ્રદ્યુમનસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ વાઘેલા,હિતેશ પટેલ,ગૌતમ પરમાર,પરિક્ષિતા રાઠોડનો સમાવેશ થાય છે.

Gujarat police