બ્રેકિંગ@બનાસકાંઠા: PM મોદીની સભા માટે થરાદમાં જનમેદની, ત્રણ કિમી સુધી ST બસોની લાઇન

 
PM Modi

અટલ સમાચાર, બનાસકાંઠા 

આજે બનાસકાઠાના થરાદમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ હવે PM મોદી થોડીક વારમાં થરાદમાં જાહેર સભાને કરશે સંબોધન કરશે. જોકે PMની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. છેવાડાના લોકો PM મોદીની સભામાં પહોંચ્યા છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયાથી મોરબી હોનારતને લઈ બોલતી વખતે ભાવુક થયા હતા. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. આજે PM નરેન્દ્ર મોદી થરાદમાં સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ દૂર દૂરથી બસ મારફતે લોકો આવી પહોંચ્યા છે.  આ તરફ વડાપ્રધાનની સભાને લઈ રોડ પર 3 કિમી સુધી બસની લાઈનો જોવા મળી રહી છે.  આ સાથે એન્ટ્રી ગેટ પર પડાપડીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.