વરસાદઃ અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં થશે મેઘરાજાની એન્ટ્રી
mAVTHU

અટલ સમાચાર, ડેસ્ક

10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થશે-અંબાલાલ 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારો વરસાદની આગાહી-અંબાલાલ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે,ચોમાસાનું ક્યારે આગમન થશે.અને ક્યારે વરસાદ આવશે તેની રાહ જોવાઇ રહી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલેના મતે ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ પડે તેવી શક્યતા જણાવાઇ છે.

 
 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરશે તેવી શક્યતા છે. સાથે 15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. તેમજ અગામી 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના દરિયા કિનારા  
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.