બિગબ્રેકિંગ@ગુજરાત: કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં આવશે પલટો, આ તારીખે ઠંડી સાથે માવઠાની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળતી હોય છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છ કલાકે 12 km નું અંતર કાપી રહ્યું છે. જોકે 10 ડિસેમ્બરના વાવાઝોડું છે તે નબળું પડી જશે પરંતુ ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2થી 4 ડીગ્રી તાપમાન વધી જશે. રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુંકુ રહેશે. 3 દિવસ બાદ ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ , વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શકયતા છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. જેના કારણે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય વરસાદની શકયતા છે.