સરકારી નોકરીઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1446 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
1446 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 771, ગ્રંથાલય નિયામકની 37 જગ્યા પર ભરતી, રેખનકારની 50, અધિક મદદનીશ સિવિલ ઇજનેરની 192 જગ્યા પર ભરતી, મ્યુનિસિપલ ઇજનેર 88 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. www.ojas.gujarat.gov.in અહીં ક્લિક કરીને કરી શકશો ઓનલાઇન અરજી....
કઈ સાઇટ પર ફોર્મ ભરી શકાશે?
https://gsssb.gujarat.gov.in વેબસાઈટ પર લાયકાત પ્રમાણે 16 જુનથી 30 જુન સુધી ઑનલાઇન અરજી કરી શકાશે
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરોGSSSB ભરતી 2022 ( જાહેરાત ક્રમાંક 201 થી 204)
201 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3- 156 જગ્યા
202 અંગેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3- 89 જગ્યા
203 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3- 22 જગ્યા
204 અંગેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3- 03 જગ્યા
કુલ 270 જગ્યા
GSSSB ભરતી 2022 ( જાહેરાત ક્રમાંક 205 થી 2011)
જુનિયર સાઈન્ટિફિક આસીસ્ટ્ન્ટ 30 જગ્યા
મ્યુનિસિપલ એન્જિનિયર 88 જગ્યા
આસીસ્ટ્ન્ટ એડી. એન્જિનિયર (સિવિલ) 192
રેખનકાર 50 જગ્યા
વર્ક આસીસ્ટ્ન્ટ વર્ગ-3 771 જગ્યા
વિદ્યુત શુલ્ક નિરીક્ષક 08 જગ્યા
મદદનીશ ગ્રંથપાલ 37 જગ્યા
આમ બંને થઈ કુલ 1446 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે.