રોજગાર@ગુજરાત: માહિતી આયોગમાં આ પોસ્ટ માટે ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા

 
Gujarat Mahiti Aayog

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માહિતી આયોગમાં ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત માહિતી આયોગમાં કાયદા અધિકારીની 7 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. જોકે અહી મહત્વની વાત એ છે કે, 11 માસના કરાર આધારિત આ જગ્યાઓ ભરવામાં આવશે. 

ગુજરાત માહિતી આયોગમાં ભરતી સામે આવી છે. વિગતો મુજબ માહિતી આયોગમાં કાયદા અધિકારીની 7 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. જોકે આ ભરતીમાં નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે. 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. 

Gujarat Mahiti Aayog

માહિતી આયોગમાં કાયદા અધિકારીની 7 જગ્યાઓ માટે વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા છે. આ ભરતીમાં નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે. 

ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરીમાં ભવિષ્યમાં ખાલી પાડનાર કાયદા અધિકારીની 7 જગ્યાઓ 11 માંયાસ કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા પસંદગી યાદી તૈયાર કરવા સારું જાહેરાતમાંઆ દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાની વિગતો થતાં અરજીનો નિયત કરવામાં આવેલ નમૂનો ગુજરાત માહિતી આયોગની વેબસાઇટ gic.gujarat.gov.in પરથી મેળવી અરજી કરવાની રહેશે.