ચોંક્યા@ગ્રામવિકાસ: રિપોર્ટિંગ ઝીરો અને વાતો મોટી, હું રિજીયોનલ હેડ છું કહીને તાબાના જિલ્લાઓમાં કેવો કર્યો વહીવટ, જાણો રિપોર્ટ

 
Gram Vikas

અટલ સમાચાર ડોટ કોમ, સ્પેશિયલ ટીમ

ગ્રામ વિકાસ કમિશનરની કચેરી યોજનાકીય કામો સુપેરે અને પારદર્શક રીતે થાય તે માટે અવનવી રીતે મથામણ કરતી રહે છે. કેટલાક સમય અગાઉ ગુજરાતમાં ચોક્કસ સ્થળોએ ગણતરીના રીજીયોનલ સેન્ટર અને તેના કર્મચારી મૂક્યા હતા. આ રીજીયોનલ વાળાને કેટલાક જિલ્લામાં યોજનાકીય કામો તપાસવાની જવાબદારી સોંપી હતી. જેમાં એક ભાઇએ તો રિપોર્ટિંગ કંઈ ખાસ કર્યું નહિ બધી જગ્યાએ મોટી મોટી વાતો કરી ચોક્કસ દાવ ખેલ્યો હતો. "હું રીજીયોનલ હેડ છું મારે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે" આવું કહીને તાબા હેઠળના જિલ્લામાં અનેક સમક્ષ રોફ જમાવ્યો હતો. આ રોફથી ભાઇએ શું વહીવટ પાર પાડ્યો હતો અને જો પાર પાડ્યો હતો તો કેવો? એ પણ ચોંકાવનારો હોઈ શકે છે. જાણીએ સમગ્ર અહેવાલ.....

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આવતી ગ્રામ વિકાસ કમિશનરની કચેરી તનતોડ મહેનત કરી વિવિધ યોજનાઓને લાભાર્થી જનહિતમાં અમલ કરી રહી છે. આ દરમ્યાન વારંવાર આવતી રાળ ફરિયાદ નિવારવા અને ખાસ કરીને પારદર્શક કામગીરી થાય તે માટે ચાર અલગ અલગ સ્થળે રીજીયોનલ સેન્ટર કરી તેના હેડ મૂકી જવાબદારી સોંપી હતી. જેમાં રીજીયોનલ હેડને કેટલાક જિલ્લા ફાળવી સ્વચ્છ ભારત મિશન સહિતની કામગીરી ઉપર રિપોર્ટિંગ કરવા કહ્યું હતું. આ બાબતે કેટલાક રીજીયોનલ હેડની કામગીરી નિરાશાજનક પણ આવતાં હડકંપ મચી ગયો હતો. રિજીયોનલ કચેરી છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો નહિ આવતાં ખબર પડી કે રિપોર્ટિંગ કંઈક બીજું થઈ રહ્યું છે. આ પછી રીજીયોનલ સેન્ટર કાગળ ઉપર જીવતાં પરંતુ તે આજે ખાસ કંઈ એક્ટિવ રહ્યા નથી. આ રીજીયોનલ હેડ પૈકી એક ભાઇએ તો જબરો વહીવટ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રીજીયોનલ હેડ શરૂઆતમાં તો તાબા હેઠળના જિલ્લામાં પહોંચી, હું આટલા જિલ્લાનો યોજનાકીય હેડ છું, આ મારે જોવાનું છે અને આ બતાવો ને તે બતાવો કહી એક રોલો ઉભો કર્યો હતો. જોકે તાબા હેઠળના જિલ્લામાં કરેલી તમામ વિઝીટ કમિશનર કચેરીએ કેમ રજૂ ના થઈ ? શું આ વિઝીટ ચોક્કસ અને ખાસ હતી ? કામ જોવાના બહાને કંઈ વહીવટ કર્યો હતો ? આ તમામ સવાલો ખાનગી વિઝીટ અને તેના થકી પાર પાડેલ શંકાસ્પદ ગતિવિધિ આધારે ઉભા થયા છે. આવતાં રિપોર્ટમાં જોઈએ કેટલો વહીવટ પાર પાડ્યો તેનો અહેવાલ....