નિર્ણય@સાબરકાંઠા: ઉત્તરાયણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં પહેલા વાંચી લેજો આ જાહેરનામું

Sabarkantha

અટલ સમાચાર, ડેસ્ક

ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી ચાઈનીઝ દોરીના કારણે 4થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં ચાઈનીઝ દોરીને લઈ પોલીસ હરકતમાં આવી છે. આ તરફ હવે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધનો જાહેરનામું બહાર પાડ્યું છે

ગુજરાતમાં અત્યાર સુધી ચાઈનીઝ અનેક લોકોના ભોગ લેવાયા છે તેના સંદર્ભે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધનો જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં નાયલોન સહિત ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકાયો છે. ચાઈનીઝ દોરી અત્યાર સુધીમાં કેટલાય પક્ષીઓ સહિત માનવીઓ માટે ઘાતકી બની છે ત્યારે જાહેરનામા અંતર્ગત ચાઈનીઝ દોરીના સંગ્રહ, વેચાણ તેમ જ વપરાશ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.