દુ:ખદ@ગુજરાત: સાહિત્ય ગૌરવ પુરસ્કાર સન્માનિત જાણીતા લેખક મોહંમદ માંકડનું નિધન

 
N

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું નિધન થયુ છે. તેમણે 94 વર્ષની જૈફ વયે આજે સાંજે હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર વાર્તાકાર-નવલકથાકાર મોહંમદભાઈ માંકડના નિધનથી સાહિત્ય જગતમાં શોક વ્યાપી ગયો છે. લાંબા સમયની બીમારની સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું છે.

મોહંમદભાઈ માંકડનો જન્મ 13, ફેબ્રુઆરી, 1928 ના રોજ ભાવનગર જિલ્લાના (હવે બોટાદ)ના પળિયાદમાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ બોટાદ ખાતે શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઑ લેખ માટે સુરેન્દ્રનગર સ્થાઈ થયા હતા. 1982 થી 1992 સુધી તેઓએ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચરમેન તરીકે સેવા આપી હતી. સાહિત્ય જગતમાં તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.