બિગબ્રેકિંગ@બેચરાજી: મધરાત્રે વેપારીની ગાડી રોકાવી 70 લાખની સનસનીખેજ લૂંટ, જાણો એક જ ક્લિકે

 
Becharaji
અટલ સમાચાર, મહેસાણા 
 

મહેસાણા જિલ્લામાં તહેવારો ટાણે લૂંટની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ બેચરાજી-હારીજ રોડ ઉપર ગઇકાલે મોડીરાત્રે અધધધ.... 70 લાખની લૂંટ થયાનું સામે આવ્યું છે. મોડ રાત્રે એક વેપારીની કાર રોકાવી ચાર શખ્સોએ બેચરાજી નજીકથી 70 લાખની લૂંટ ચલાવી છે. મહત્વનું છે કે, 70 લાખ રૂપિયાની લૂંટની જન થતાં જ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી. પરંતુ હજી સુધી આ મામલે કોઈ સફળતાં મળી નથી. 

મહેસાણાના જિલ્લાના યાત્રાધામ બેચરાજીથી હારીજ જવાના માર્ગ પર 70 લાખની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ચોક્કસ વિગતો મુજબ બેચરાજી-હારીજ રોડ પર આવેલી એક હોટેલ નજીક કાલે રાત્રે 10 વાગ્યે હારીજ ખાતે રહેતા ઠક્કર નીતિનભાઈ નટવરલાલ પોતાની ગાડી લઇ કડીથી બેચરાજી થઈ હારીજ જઇ રહ્યા હતા. આ દરમ્યાન હોટેલ પાસે અજાણ્યા 30 વર્ષની ઉંમરના ચાર જેટલા શખ્સોએ ગાડી રોકાવી નીતિનભાઈને ધોકા વડે માર મારવા લાગ્યા હતા. જોકે વેપારી કઈ સમજે તે પહેલા ગાડીમાં રહેલા થેલામાંથી 70 લાખની રોકડ લૂંટી ભાગી ગયા હતા. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, લૂંટ કરવા આવેલા લૂંટારું બે બાઇક પર સવાર થઈને આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ તરફ હવે મહેસાણા ડિવિઝન ડી.વાય.એસ.પી દેસાઈએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને થતા તમામ ટીમો આરોપીઓને શોધવા કામે લાગી છે. હાલમાં 10 ટીમો તપાસ કામ કરી રહી છે.