સંભાવના@ગુજરાત: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા તો આ બેઠક પરથી લડી શકે ચુંટણી, જુઓ રિપોર્ટ

 
Shankarsinh vaghela

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ જાણે  પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે. જોકે હવે આ બધાની વચ્ચે એક ન્યુઝ એ પણ છે કે, છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટથી પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પર ચૂંટણી લડી શકે છે.જોકે અહીં નોંધનિય બાબત એ છે કે,, હજી સુધી કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ માત્ર એક પ્રકારનું અનુમાન લગાવી શકાય છે. 

રાજ્યમાં ચુંટણી પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ બાપુ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસમાં વાપસી બાદ શંકરસિંહ શહેરા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ બેઠક પર ભાજપે જેઠાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી. 

નોંધનિય છે કે, થોડા સમયથી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી. આ દરમ્યાન શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે. સુત્રો દ્વારા પાપ્ત માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે, દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે. જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્યતા છે. જોકે, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા રી-એન્ટ્રીને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.