ઠૂંઠવાયા@ગુજરાત: હિમાલયના બર્ફીલા પવનથી કાળજું કંપાવતી ઠંડી, અહીં તો 2 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે. હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ આજે નલિયામાં 2 ડીગ્રી સાથે 12 વર્ષના રેકોર્ડની બરાબરી થઈ છે. 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે. બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. જે બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી. જોકે, હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે. 

જાણો કયા કેટલું તાપમાન ? 

રાજ્યના 10 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું

નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું 

ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું

ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું 

ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું 

કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું 

અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું 

વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 

સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું 

વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું 

અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 

ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું 

રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું 

સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું 

મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું