BREAKING@ગુજરાત: તો શું હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે ? રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું

 
Stray cattle 01

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં રખડતાં ઢોરના કાયદાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બે દિવસ પહેલા જ માલધારી સમાજનું મોટું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી. જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહત્વનું છે કે, કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા દિવસમાં તેણે લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું જે બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું.  જે બાદ હવે  રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યપાલે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે, વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. 

Stray cattle 02

સૂત્રોએ જણાવ્યું હતું કે,  21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. માલધારી સમાજમાં રોષ જોતાં સરકાર દ્વારા બીલ પરત ખેંચવા માટે બાંહેધરી અપાઇ હતી. પણ ઘણા મહિનાઓ વિત્યા છતાં પણ કોઈ નિવેડો ન આવતા 2 દિવસ પહેલા શેરથા ખાતે માલધારીઓનું મહાસંમેલન મળ્યું હતું જેમાં 11 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
 
આ તરફ હવે માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી.  જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ મંચ પરથી એક દિવસ માલદારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેંચવાની જાહેરાત કરી હતી. હાલતો માલધારી સમાજ પોતાની પડતર માગોને લઈ મેદાને છે.  અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો  ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછુ ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.