નિવેદન@ગુજરાત: તો શું આ લોકોને ભાજપમાંથી નહીં મળે ટિકિટ ? જાણો શું કહ્યું CR પાટીલે ?

 
C R Patil

અટલ સમાચાર,ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. 

CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 'ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.