રિપોર્ટ@ગુજરાત: આ સોસાયટીનો રાજકારણમાં દબદબો, 2 ધારાસભ્ય તો એકબીજાના પાડોશી, જાણો એક જ ક્લિકે

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના ધારાસભ્યને પસંદ કરી લીધા છે. અત્યાર સુધી ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો હતો. પણ હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પણ પસંદગી કરી લેવામાં આવી છે. ત્યારે આજે આપણે ભાજપના એવા બે ધારાસભ્ય વિશે જણાવીશું કે, જે એક જસોસાયટીમાં રહે છે અને બંને પાડોશીઓ છે.

Rajkot 2

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રહેતા અનેક મોટા મોટા નેતાઓના ઘર રાજકોટમાં હોય છે.. પણ આ ગુજરાતની પહેલી એવી ઘટના છે કે, જ્યાં એક જ શેરીમાં 2 ધારાસભ્યો રહે છે. રાજકોટ વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને જેતપુર વિધાનસભાનાધારાસભ્ય જયેશ રાદડિયા બંને રાજકોટની રાજ રેસીડેન્સીમાં રહે છે.

Rajkot 3

આ રાજ રેસીડેન્સીમાં આ બે ધારાસભ્ય સહિત અનેક ઉદ્યોગપતિઓ અને સૌરાષ્ટ્રના અગ્રણીઓ હે છે. પણ હવે આસોસાયટીમાં વધુ એક ઇતિહાસ નોંધાઈ ચૂક્યો છે.. શ્રી રાજ રેસીડેન્સીમાં આ બંને ધારાસભ્યો સિવાય અનેક રાજકીય અનેસામાજિક અગ્રણી ઉપરાંત ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે. તમને જણાવી દઈએ કે, સોસાયટીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, બિલ્ડર એસોસિયેશન અગ્રણી પરેશ ગજેરા રાજકોટ વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા રહે છે.

આમ આ સોસાયટીનો દબદબો વિધાનસભામાં પણ જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, આ સોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. કારણ કે એક જ સોસાયટીમાંથી બે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. આ સોસાયટીના દરેક લોકો ઈચ્છતા હતા કે તેઓ બંને ધારાસભ્યો બને. તમને જણાવી દઇએ કે, આ સોસાયટીનું નિર્માણ શાપર વેરાવળ એસોસિયેશનના પ્રમુખ અને રાજકોટની વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કર્યું હતું. રાજકોટનું ઉદ્યોગ જગત હોય કે રાજકારણ હોય કે પછી સામાજિક સંસ્થાઓ હોય દરેક જગ્યાએ આ સોસાયટીનો દબદબો રહ્યો છે.