ઘટના@રાજકોટ: મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાના અચાનક મોતથી અનેક તર્ક-વિતર્ક

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ મેડિકલ કૉલેજના PSM વિભાગના વડાનું શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા ડૉ.શોભાનો તેમના જ ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમના ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું નહોતું. ઇન્ટર્ન ડૉક્ટર તરીકે ફરજ બજાવતી તેમની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા.

મેડિકલ કૉલેજના PSM વિભાગના વડા ડૉ.શોભાને તેમના પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા ફોન ઉપાડતા નહોતા. જેને લઈ માતા સાથે સંપર્ક ન થતાં પુત્રીએ પાડોશીને ફોન કર્યો હતો અને તેમણે બારણું ખટખટાવ્યું હતું. જોકે પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. જેથી કંઇક અજુગતું થયાની શંકા ઉઠતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો. બારણું ખોલતાં જ ડો.શોભા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.