ઉનાળોઃ ગરમીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગની આગાહી, હજુ 2 દિવસ તાપમાનમાં વધારો થશે

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં બુધવારે સાત શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સુરેંદ્રનગરમાં તો ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.
જો કે ત્યાર બાદના ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં 45.4 ડિગ્રી, એયરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટી સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
જો કે અમદાવાદમાં બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો હતો. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ડિસામાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીો પારો 44.5 ડિગ્રી સુધી આંબી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી અને કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો.