વાયરલ@રાધનપુર: BJP ઉમેદવાર લવિંગજી ઠાકોર માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા જોવા મળ્યા
અટલ સમાચાર, ડેસ્ક
વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારોએ જીત માટે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. દરેક ઉમેદવારોએ અલગ-અલગ રીતે મતદારોને રિઝવવા પ્રયાસ કર્યા છે, ત્યારે રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લવિંગજી માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા જોવા મલી રહ્યા છે.
પાટણ જિલ્લાની રાધનપુર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જોકે ટિકિટ મળવાની ખુશીમાં તેમનું નામ જાહેર થયાના સમયે પણ લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. જે બાદમાં હવે લવિંગજી ઠાકોરનો જાહેરમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં લવિંગજી ઠાકોર માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા જોવા મળી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર બેઠક પરથી ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યાર બાદ લવિંગજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળી રહ્યાં હતા. ત્યારે ઢોલના તાલે ઝૂમતા લવિંગજીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.