ગુજરાતઃ ફરી એકવાર આજથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, આ વિસ્તારોમાં મેંઘમહેર થશે

બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.
 
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.  કાનપુરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે અનેક વાહનો ચાલકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. સોસાયટી, ઘરો અને દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. કાનપુરના સર્વોદયનગર, વિજયનગર ગલ્લા મંડી, આરટીઓ રોડ, પાંડુનગર, જેકે મંદિર રોડ સહિતના વિસ્તારોમાં ગૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.
રાજસ્થાનના સિરોહીમાં ધોધમાર વરસાદ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્વરૂપગંજમાં અચપુરા નદીના ધસમસતા પ્રવાહમાં એક રીક્ષા અને બાઈક તણાવવા લાગી હતી. ગ્રામજનોએ મહામહેનતે રેસ્ક્યૂ કરી ઓટો ચાલક અને બાઈક ચાલકને બચાવ્યો હતો. જો કે ઓટો અને બાઈક પાણીના ધસમસતા પ્રહાવમાં તણાઈ ગઈ હતી. માઉંટ આબૂમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે.