મોટો નિર્ણય@ગુજરાત: હવે ગેરરીતિ અટકાવવા RTO પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે, જાણો વધુ

 
Body worn camera

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હવે RTOમાં ગેરરીતિને અટકાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવશે. વિગતો મુજબ હવે RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે. મહત્વનું છે કે, હવે RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જે મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવાશે. જેમાં દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેશની ચકાસણી કરતા કર્મીઓ બોડીવોર્ન કેમેરા પહેરશે. 

રાજ્યમાં હવે RTOમાં કોઈ ગેરરીતિ આચરી ન શકે તેવી કવાયત હાથ ધરાઇ છે. હવે દરેક RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જેને લઈ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની સકાસણી કરતા કર્મીઓ બોડીવોર્ન કેમેરા પહેરશે. જેને લઈ RTO તંત્રનો વહીવટ અને પ્રક્રિયા પારદર્શક બની રહે. 

RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઑના ખભા ઉપર બોડીવોર્ન કેમેરા લાગશે. જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. 

બોડીવોર્ન કેમેરા શું છે? 

બોડીવોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે. તે ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરવામાં આવે છે. આ કેમેરામાં એક લેન્સ છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા છે. કેમેરા ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.