નરેન્દ્ર મોદીની ભેટઃ વર્ષો પહેલા બંધ થયેલી વિજાપુર-આંબલિયાસણ રેલ લાઈનનું કરોડોના ખર્ચે પરિવર્તન થશે

રેલવેમંત્રી અશ્વિન વૈષ્ણવ અને દર્શનાબેન જરદોશએ મંજૂરી આપી હતી. ત્યારે આજે રૂપિયા 415 કરોડના ખર્ચે 41 કિલોમીટર લાંબી વિજાપુર રેલ લાઈનનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
 
ભેટ

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપી છે. જેમાં મહેસાણા જિલ્લાના રેલવેના ચાર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કર્યું છે. જિલ્લામાં રેલવેના ચાર પ્રોજેક્ટો માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવેમંત્રી અશ્વિન વૈષ્ણવ અને દર્શનાબેન જરદોશએ મંજૂરી આપી હતી. ત્યારે આજે રૂપિયા 415 કરોડના ખર્ચે 41 કિલોમીટર લાંબી વિજાપુર રેલ લાઈનનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.

વિજાપુર તાલુકાની ગાયકવાડ સરકારના સમયે લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવેલી રેલવે સેવા ઘણા સમયથી બંધ થયા બાદ રેલ બસ ચાલુ કરવામાં આવી હતી. રેલ બસ આંબલીયાસણ સુધી જતી હતી જેને વર્તમાન સમયમાં બંધ કર્યા બાદ લોકોના ઉપયોગ માટે રેલ લાઇનનું સિંગલ ગેજ માંથી બ્રોડગેજ લાઇનનું પરિવર્તન કરવાનું ખાતમુર્હત આજે વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતુ.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેલ મથકના પટાંગણમાં ઓનલાઈન રહીને વર્ચુઅલી ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં રેલવે સ્ટેશનના મકાનનો પણ જીર્ણોઉદ્ધાર કરવામાં આવશે. 415 કરોડના ખર્ચે બની રહેલા રેલવેનો ગ્રામ્ય વિસ્તાર તેમજ રાંધેજા, અમદાવાદ, દિલ્હી, મુંબઈ સુધી મુસાફરીનો લાભ થશે. સ્થાનિક ધારાસભ્ય રમણ પટેલે જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી મોટી આદરજ, વિજાપુર તેમજ આંબલિયાસણ સુધી ચાલુ કરવામાં આવશે.