બિગબ્રેકીંગ@ગુજરાત: વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, 1 નવેમ્બરે થઈ શકે છે જાહેરાત, કેટલા તબક્કામાં થશે મતદાન ?

 
Gujarat

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થવા જઇ રહી છે. ત્યારે ચૂંટણી પંચ 1 નવેમ્બરના રોજ પત્રકાર પરિષદ કરી શકે છે. એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પહેલી નવેમ્બરે જાહેર થઈ શકે છે. 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જેમાં નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે જ્યારે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ શકે છે.

06
જાહેરાત

રાજ્યમાં બે તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી થઈ શકે છે. જ્યારે મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની સાથે યોજાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. મતદાનનો સમય સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પક્ષ અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. બેઠકોથી લઈ જાહેરસભા અને રોડ શૉ સહિતની તમામ કામગીરી કરી રહ્યાં છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શું સ્ટ્રેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. ભાજપ ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચર પણ સામે આવી રહ્યા છે કે ભાજપ આ વખતે 25 ટકા નો રિપીટ થિયરી અપનાવશે.