બનાવ@પાલનપુર: ગામમાં 2 માસ અગાઉ દફનાવેલા યુવકના મૃતદેહને બહાર કઢાયો, કારણ ચોંકવાનારું
Dec 23, 2022, 17:33 IST

અટલ સમાચાર, પાલનપુર
પાલનપુરના માલણ ગામે 2 માસ અગાઉ દફનાવાયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બે મહિના અગાઉ અલીગઢ નજીક બાઈક સ્લીપ ખાતા યુવકનું મોત નીપજ્યું હતું. દિકરાની હત્યા થઇ હોવાની માતાએ આક્ષેપ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના માલણ દિકરાની હત્યા થઇ હોવાની માતાએ આક્ષેપ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. યુવકના મૃતદેહને બહાર કાઢી પોલીસે FSL અર્થે અમદાવાદ મોકલ્યો હતો. મૃતકની માતાએ અજાણ્યા શખ્સઓએ હત્યા કરી તેને ફેંકી દીધો હોવાની રજુઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.